શાળાનોઇતિહાસ
જશપુરીયા શાળાનો ઇતિહાસ
જશપુરીયા શાળાનો ઇતિહાસ
ગુજરાત રાજ્યની અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે
આવેલ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામા નદીસરા તરીકે ઓળખાતા વિસ્તારમા સરસ્વતી
નદીના કાંઠે આવેલ જશપુરીયા ગામ . સરકારશ્રીના હુકમ મુજબ સરસ્વતી નદી પર મુકતેશ્વર બંધ યોજના બનવાથી સદર ગામ
અસરગ્રસ્ત વિસ્તારમાં જાહેર થતાં સદર
ગામનું સ્થળાંતર થતાં સદર ગામની શાળાનું
પણ સ્થાળાંતર કરી નદીકાંઠાના ઉપરના
વિસ્તારમાં પુન : વસવાટ વિભાગ દ્રારા નવીન શાળાનું બાંધકામ કરવામાં આવ્યું. જુના ગામમાં પહેલા ગામઠી શાળાની સ્થાપના થયેલ . ગામલોકોએ ફકત બાળકોને વાંચતાં , લખતાં અને ગણતાં આવડે એ હેતુથી શાળા
ગામલોકોના ખર્ચે શરુ કરી હતી.
ત્યારબાદ
તા. ૧૪/૧૦/૧૯૬૯ ના રોજ જશપુરીયા
પ્રા. શાળા , તા. સતલાસણા , જિ . મહેસાણાની જિલ્લા પંચાયત હસ્તકની શાળા શરુ કરવામાં આવી. પ્રથમ શરુઆતમાં ધોરણ – ૧ થી ૪ ની શરુઆત થઇ. ત્યારબાદ
સરકારશ્રીના આદેશ મુજબ ઇ.સ. ૧૯૯૯ માં ધોરણ – ૫
નવીન વર્ગ દાખલ કરવામાં
આવ્યો. જેમ જેમ શાળાની ઉતરોત્તર પ્રગતિ થવાથી
ધોરણ – ૬ થી ૭ શરુ કરવામાં આવ્યું.
ઇ.સ. ૨૦૧૦ માં સરકારશ્રીના આદેશ મુજબ ધોરણ – ૮ નો નવીન વર્ગ શરુ કરવામાં આવ્યો.
હાલ શાળામાં ૫ શિક્ષકો કામ કરે છે. ૬ વર્ગખંડ ,
પીવાના પાણીની વ્યવસ્થા , છોકરા- છોકરીઓ માટે અલગ – અલગ મુતરડી અને સંડાસની વ્યવસ્થા , કોમ્પ્યુટર લેબ , લાયબ્રેરી
અને રમત માટેનું નાનું
મેદાનની સુવિધા પણ છે. અમારી શાળાનો એક વિધ્યાર્થી ખેલમહાકુંભમાં રાજ્ય
કક્ષાએ લાંબીકુદમાં ત્રીજો આવેલ છે. હાલ એ
બાળક સ્પોર્ટ શાળામાં અભ્યાસ કરે છે. શાળાના બાળકો શિષ્યવૃતી પરીક્ષા,NMMS પરીક્ષા
પણ પાસ કરેલ છે. શાળામાં દરેક શિક્ષકમિત્રો ગમ્મત સાથે જ્ઞાન આપે છે. ગુણોત્સવમાં સતત ૩ વર્ષથી શાળા A ગ્રેડમાં
આવે છે. શાળામાં ધોરણ ૧ થી ૪
પ્રજ્ઞા અભિગમ થી શિખવવામાં આવે છે. શાળાના વિકાસમાં સૌથી વધુ ફાળો શાળાના મુ.શિ.શ્રી.પ્રવીણભાઇ સાહેબ કે જેઓ
છેલ્લા ૩૦ વર્ષથી આ શાળા તથા ગામના એક મહત્વપુર્ણ ભાગ બનીને શાળાનો વિકાસ કર્યો
છે.
જય હિન્દ , જય ભારત
No comments:
Post a Comment